Murder in Royal Palace - 7

મર્ડર ઇન રોયલ પેલેસ - 7 

(Conclusion)


" સાહેબ, પણ તમને ખબર કઈ રીતે પડી કે કાયા એ જ ખૂન કર્યું!" પાંડેએ પૂછ્યું

" પાંડે, યાદ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેમાં કીધું કે 10 કે 15 મીટરની રેન્જમાંથી ગોળી વાગી છે. તો કાયા ત્યારે રેન્જમાં જ મોહિત સાથે ડાન્સ કરતી હતી. સંજયની પીઠ અને કાયા બન્ને સામસામે હતા. જો આ વીડિયો ફૂટેજમાં."

Murder in Royal Palace


   અને થોડીક આગળ ચલાવી વિક્રાંત બોલ્યા," અને આ જો લાઈટો ગયાં પછી એ ત્રીજી બારી પાસે છે જોયું! ત્યારથી જ એના પર મને શક ગયો. એ પછી મેં એની ડિટેલ્સ કઢાવી અને બધી કડીઓ જોડાઈ ગઈ. આ બીજી ફૂટેજ જો આ પાછળના મેઇનબોર્ડ પાસેની બહારની લોબીની છે. ત્યાં કંટ્રોલરનાં ક્યાંક ગયા પછી અને આવતાં પહેલાં એક નાનો છોકરો ફરતો દેખાય છે. હોટલ પર આવતાં આજે ખબર પડી કે એને સામે બૂટ પોલિશ કરતાં એ નાનાં છોકરાને થોડાંક પૈસા આપીને પાછળનાં મેઈન સ્વીચબોર્ડથી લાઈટો થોડી વાર બંધ કરાવેલી, પણ છોકરાએ કંટ્રોલરનાં આવી જવાની બીકે વહેલાં ચાલું કરી એટલે કાયા જગ્યા ના બદલી શકી અને મોહિતનું ધ્યાન પણ માયાની ચીસના કારણે કાયા પરથી હટી ગયું હતું."

" વાહ સર. સેલ્યુટ છે તમને." પાંડેએ સેલ્યુટ આપતાં કહ્યું

" સારું હવે કોઈ બીજા કેસની ફાઇલ લાવો." 

અને વિક્રાંત પરોવાઇ ગયો... 
બીજા કેસમાં...


*******

પૂર્ણ


જો તમને વાર્તા પસંદ આવી તો આપનો પ્રતિભાવ જરૂર આપશો!

અને હા, ટૂંક જ સમયમાં બીજી આવી ઘણી વાર્તાઓ અહિયાં પ્રસ્તુત થવાની છે.

તો જરૂર થી સબસ્ક્રાઈબ કરો!, જેથી તમને ઈમેલ દ્વારા નોટિફિકેશન મળી શકે. 

( સબસક્રાઈબ બોક્સમાં ઈ-મેલ એડ્રેસ નાંખ્યા બાદ ઈ-મેલ દ્વારા આવેલી લિન્ક વેરિફાઇ કરાવવાનું ભૂલતા નહીં.) 

Comments

Popular Posts