An Illusion of Science - 1
એ રાતે તો આધુનિક વિજ્ઞાન પોતાની ચરમ સીમા એ પહોંચી ગયુ હતું.
વિશ્વવિખ્યાત લોર્ડ જોહન્સન ક્વોન્ટમ લેબોરેટરી માં માનવ જગતને નવો જ આકાર આપવાનો પ્રયોગ ચાલી રહ્યો હતો. એક્સપર્ટ ડૉક્ટરો પ્રયોગ ની સફળતા વિશે ચર્ચા કરી રહ્યા હતા.એક્સપિરિમેન્ટ રૂમ માં વચ્ચેવચ એક મોટો બેડ હતો,જે આધુનિક મશીનો થી ઘેરાયેલો હતો.
જેના પર એક્સપિરિમેન્ટ થવાનો હતો એ વ્યક્તિની મેડિકલ ચેકઅપ થઈ રહી હતી.
'ગણિત ની અંદર આવતી સંકર સંખ્યા (complex number) a+ib માં a ભાગ રીયલ પાર્ટ અને b એ ઇમેજનરી પાર્ટ દર્શાવે છે,
આ બન્ને ભાગને ઈકવલ કરી વિશ્વના વિખ્યાત મનોચિકિત્સક ડોક્ટર નેલ્સન અને ક્વોંટમ ફિઝિક્સશાસ્ત્રી ડોક્ટર વિલિયમ્સ ભેગા મળીને માનવ ના મગજ પર હકીકત અને ભ્રમણા ને ભેગા કરવા જઇ રહ્યા હતા.'
*****
"શું લાગે છે,ડૉ નેલ્સન?"
"મારી ધારણા મુજબ આ આધુનિક મશીનો લગભગ આ વ્યક્તિ ને એવી માનસિક પરિસ્થિતિમાં લાવી દેશે કે,એ તેના મગજમાં ચાલતા વિચારો ને હકીકત સમજીને તેનો અનુભવ પણ કરી શકશે."
"હા,આ જ તો મારી ગણતરીઓ અને થિયરી ઓફ કોમ્પ્લેક્સ નંબર પણ દર્શાવે છે, જે ભુતકાળ માં,બ્રહ્માંડ મા માનવ વિકાસ અને નિર્માણ માટે જવાબદાર છે."
"લાગે છે કે તમે ગણિત અને ભૌતિકશાસ્ત્ર ને બરાબર સમજી ને ઉપયોગ કર્યો છે!"વાતાવરણ હળવું બનાવતા ડૉ નેલ્સન બોલ્યા.
"હા,લગભગ ચોવીસ વરસ મેં મારા વિષય પર રિસર્ચ કરી !"
"ડૉક્ટરસ, એક્સપિરિમેન્ટ ની બધી તૈયારીઓ થઈ ગઈ છે."ઓપરેશન હેડે આવીને રિપોર્ટ આપ્યો.
*****
વિશ્વ ના 2 બુદ્ધિમાન વ્યક્તિઓ આજે રાતે એક્સપિરિમેન્ટ ને અંજામ આપવા લેબ માં એકઠા થયા હતા.
જેના પર પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો એ વ્યક્તિ એટલે લેક્સિ હતી. બસ આ પ્રયોગ કરવાથી તેને થોડાક રૂપિયા મળવાનાં હતા,માટે તૈયાર થઇ હતી.
પ્રયોગ શરૂ કરવામાં આવ્યો.
લેક્સિ ને બેડ પર સુવાડવાઇ.
બેડ ની આસપાસ સુન્ન પડી રહેલી મશીનો માં જીવ આવ્યો હોય એમ ધણધણી ઉઠી.
લેક્સિ ના શરીર માં અજીબ દવાઓ દોડવા લાગી.
આ દવાઓ ની અસર કાચી સેકૅન્ડો માં થવા લાગી.
તેના શરીર ની નસો માં લોહી વધારે ઝડપ થી ફરવા લાગ્યું.
તેના મગજ ના ચેતાકોષો ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યા હતા.
આ બધું ડૉ નેલ્સન વિશ્લેષણ કરી રહ્યા હતા.
તેના માથા નો આકાર પણ બદલાઇ ગયો હતો.
તેના શરીરમાં લોહી એ એક ધગધગતો લાવા બની વહી રહ્યું હતું.
અને જોત જોતામાં તો લેક્સિ ની આંખ ખૂલી
અને
એમાંથી એક અજીબ રોશની થઈ.
બંને ડૉક્ટરઓ એ પોતાના જીવનમાં કોઈ દિવસ ના જોઈ હોય એવી શક્તિશાળી રોશની હતી.
અને
એ રોશની કાચી સેકૅન્ડો માં આખા રૂમ માં ફેલાઈ ગઈ.
*****
લેક્સિ એ જ્યારે આંખ ખોલી ત્યારે તેને અજબ અનુભવો થવા લાગ્યા.
તે જાણે કોઈ બીજી જ દુનીયામાં આવી ગઇ હતી.
તેનો બેડ અને ડોક્ટર પણ ગાયબ હતા.
થોડીક વારમાં માથાં માં તીવ્ર દુઃખાવો થયો અને અચાનક જ એ રાડ પાડી ઉઠી.
એના મગજ ના બે ભાગ જોડાઈ ને એક થઈ ચૂક્યા હતા.
એનું મગજ અતિ કાર્યક્ષમ થઈ ગયું હતું.
અચાનક જ માથાં નો દુઃખાવો ગાયબ!
તેની સાથે અવનવા અનુભવો થવા લાગ્યા.
એ પ્રકાશ ની ઝડપ જે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકેન્ડ હતી,તેને એક સેન્ટિમીટર પર સેકેન્ડ માં જોઈ શકતી હતી!!!
તે અસાધારણ માનવી થઈ ગઇ હતી.બલ્કે એ મહા માનવ બની ચુકી હતી.
તે જે પણ કાંઈ ઇચ્છતી તે દેખી શકતી.તે પોતાને જેવો દેખવા માંગતી હતી,એવી જોઈ શકતી.
તેના વિચારો તરત જ અમલ માં મુકાઈ જતા.
અને અમલ હવે વાસ્તવિકતા માં બદલાવા લાગ્યા.
એ વિચારતી કે તેણી નું કદ અતિ સુક્ષ્મ છે,તો તે એ રૂપ માં પરિવર્તિત થઈ જતી!
તેને એવું આભાસ થતું કે તેની સાથે હોલીવૂડ ની મૂવી જેમ થઈ રહ્યું હતું.
પણ,
પણ,
પણ ફિલ્મો અને વાસ્તવિક જીવન માં ફરક હોય, અને આ તો એની સામે વાસ્તવિકતા હતી.

Comments
Post a Comment