Murder in Royal Palace - 4

મર્ડર ઇન રોયલ પેલેસ - 4   


વિક્રાંત જ્યારે શંકર-ભવન પહોંચ્યા ત્યારે જોયું કે માયા બધી સ્ત્રીઓથી દૂર કોઈની સાથે હસતાં હસતાં ફોન પર વાત કરતી હતી. વિક્રાંતને આવતો જોઈ એને ફોન મૂકી દીધો.

Murder in Royal Palace


" કેવી છે તબિયત તમારી?"

" પહેલાં કરતાં સારી છે." માયાએ જવાબ આપ્યો

" તો મને વિગતવાર માહિતી આપો કે ગઇ કાલે શું થયું હતું?"

" પાર્ટીનું તો તમને ખબર જ હશે. અમે બંને કપલ ડાન્સ કરતાં હતાં, અચાનક જ લાઈટો ગઈ અને એક ધડાકો થયો. બધાં સમજ્યા કે લાઈટો ગઈ એનો ધડાકો હતો, પણ જ્યારે લાઈટો આવી ત્યારે જોઈએ છે તો એનું લોહી મારા ડ્રેસ પર ખરડાયેલું હતું; સંજયનું ખૂન થઈ ગયું હતું." આટલું બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ આવી ગયા હતા

" કોઈના પર શક?"

" જી, સાચું કહું તો મને લાગે છે કે મોહિતે જ સંજયનું ખૂન કર્યું છે." આજુબાજુ કોઈ છે કે નહીં એની ખાતરી કરતી અને આંસુ લૂછતાં બોલી

" એવું લાગવાનું કોઈ ખાસ કારણ?" વિક્રાંતે આશ્ચર્ય સાથે પૂછ્યું

" મોહિત અને સંજયની વચ્ચે થોડાક અઠવાડિયા પહેલાં પૈસા બાબતે બબાલ થઈ હતી. મોહિતની કમ્પનીને દસેક કરોડની જરૂર હતી પણ સંજયે આપવાની મનાઈ કરી દીધી હતી."

" તો પછી મોહિતે તમને ભવ્ય પાર્ટી કેમ આપી?"

" એ પાર્ટી આપીને સંજયને ખુશ કરવા માંગતો હતો. સંજય ખુશ થાય તો એને પૈસા મળે ને! બાકી, પાંચ વર્ષનાં લગ્નજીવન માટે કોણ પાર્ટી આપે?" એની આંખો તેજ થઈ

" તો હવે એને કઈ રીતે રૂપિયા મળે? જ્યારે સંજય જ નથી!" વિક્રાંતે મુદ્દાનો સવાલ પૂછ્યો

" સંજયના ગયાં પછી આ બંગલો એનાં નામે થવાનો છે, અને એને એની ફ્રેન્ડ સાથે લગ્ન પણ તો કરવાં છે. મને તો આ બધી એની જ સાજીશ લાગે છે."

" બીજું કંઈ!"

" બીજું તો કંઇ નથી. જે મને ખબર છે એ બધું મેં તમને કીધું."

" સારું. અત્યારે હું જાઉં છું પણ જરૂર લાગશે તો તમને ફરી પણ પૂછપરછ કરીશ" કહીને વિક્રાંત ત્યાંથી નીકળ્યો.

વિક્રાંત ત્યાંથી નીકળ્યો ત્યારે પાંડેનો ફોન આવ્યો.
" સાહેબ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો છે અને મેં પેલી ફૂટેજની સીડી પણ લઈ લીધી છે."

" શાબાશ. હવે એક કામ કર ટેલિફોન કંપનીમાં જઈને માયા, સંજય, અને મોહિતની કૉલ ડિટેલ્સ કઢાવ."

.

.

.

.

*****

(શું લાગે છે? કોણ હોય શકે?

જાણવા માટે કાલે જરૂર વાંચો નવો ભાગ રાત્રે 9:00 વાગ્યે)

અને હા, સબસ્ક્રાઈબ કરી નાંખો!..

Comments

Popular Posts