Dikari - A Poem
દીકરી - સ્નેહનું ઝરણું.
ઈશ્વરે
આપેલી માં-બાપને અણમોલ ભેટ એટલે દીકરી.
જન્મથી
જ દીકરી પોતાનાં માં-બાપની ખુશીઓનો ખજાનો હોય છે, ક્યારેય તમે એ અખૂટ ખજાનાનો અંદાજ ના લગાવી શકો!
આ કુદરતની
ભેટને શબ્દોમાં પરોવતું એક કાવ્ય પ્રસ્તુત છે.
શબ્દો - પ્રાચી પટેલ
(Originally written by Prachi Patel, Narrated by Rushit Soni)
દીકરી,બાગમાં ખીલેલું ફૂલ
બસ મહેકયા જ કરે
ને મહેકાવ્યા કરે!
દીકરી,
ખળખળ વહેતું ઝરણું
કયાંય રોકાય જ નહીં
બસ વહ્યા જ કરે!
દીકરી,
આમતેમ ઉડતું પતંગિયું
એક જગ્યાએ ટકે જ નહીં
બસ ઉડ્યા જ કરે!
દીકરી,
ચીં ચીં કરતી ચકલી
બંધ થાય જ નહીં
બસ બોલ્યા જ કરે!
દીકરી,
ઝરમર વરસતો લાગણીનો વરસાદ
વરસ્યા જ કરે
અનુભવવા નું મન થાય!
દીકરી,
પ્રેમ થી ઉભરાતું વાદળ
વરસાદ બની વરસ્યા કરે
પલળવા નું મન થાય!
દીકરી,
એક સપ્તરંગી મેઘધનુષ
જીવનમાં રંગ ભર્યા કરે
રંગીનમય બનાવી દે!
-પ્રાચી પટેલ 'ચીકુ' (Prachi Patel)
If you have any Poem/Story to share, you can share at our page YOUR WORDS!



અદ્ભૂત રચના અને હ્રુદય સ્પર્શી જાય તેવો અવાજ છે .
ReplyDeleteઆભાર સૌમ્ય!😊
DeleteThank You Mahir!
ReplyDelete