Murder in Royal Palace - 5

મર્ડર ઇન રોયલ પેલેસ - 5


વિક્રાંત કોમ્પ્યુટરમાં ફૂટેજ જોતો હતો. એને હજી સુધી કોઈ પાકો સુરાગ નહોતો મળ્યો. એનું દિમાગ ચગડોળે ચડ્યું હતું. પાંડેએ કીધું એમ હોય તો શક માયા પર જાય, પણ માયા કહે છે કે મોહિત કાતિલ છે, જ્યારે મોહિત તો એ સમયે મેનેજર પાસે હતો. કોઈક તો છે! હજી કંઈક તો ખૂટે છે..

એટલામાં જ પાંડે આવ્યો અને વિક્રાંતની વિચારમાળા તૂટી.

" સાહેબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સંજયને ગોળી દસ કે પંદર મીટરના અંતરેથી પીઠ પર વાગી છે, અને બીજી વાત એ કે જે બંદૂકમાંથી ગોળી છૂટી છે એ બંદૂક હોટલની બહારની બાજુએ આવેલા વેરાન મેદાનમાંથી મળી છે. આ લો બંદૂક પણ કમનસીબે એનાં પર ફિંગરપ્રિન્ટ ના મળ્યાં."

મર્ડર ઇન રોયલ પેલેસ


" શાબાશ પાંડે. ગુડ જોબ. અડધો કેસ તો તે જ પૂરો કરી નાખ્યો."

" આ લો સર. કૉલ લિસ્ટ્સ. હવે સાહેબ હું ઘરે જઉં છું. આજની મારી ડ્યૂટી પુરી થઈ ગઈ છે."

" હા. સારું."

   વિક્રાંત પછી કયાંય સુધી મથતો રહ્યો પણ કંઈ ખાસ ના મળ્યું. એને ફરીથી આખો ઘટનાક્રમ જોડવાનો પ્રયત્ન કર્યો, કૉલ લિસ્ટ જોયાં, ફરીથી ફૂટેજ જોઈ અને આખરે કડી મળી ગઈ. એ શકને હકીકતમાં ફેરવવા બે ત્રણ કૉલ કર્યાં અને આખરે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ ગઇ. એને તરત ફૉન કરીને બીજે દિવસે બધાંને એ જ હૉલમાં ભેગા થવાં જણાવ્યું.




*****

(શું ઈન્સ્પેકટર શોધી નાંખશે?)

.

.

.

થોડી રાહ જુઓ.. 

નવો ભાગ કાલે રાત્રે  9:00 વાગ્યે

Comments

Popular Posts