Murder in Royal Palace - 2

મર્ડર ઇન રોયલ પેલેસ - 2 


હૉલમાં સન્નાટો છવાઈ ગયો હતો. સંજય થોડા સમય પહેલાં જ્યાં ડાન્સ કરતો હતો અત્યારે ત્યાં જ તેની લાશ પડી હતી. માયા એની બાજુમાં જ બેશુદ્ધ અવસ્થામાં રોકકળ કરતી ફસડાઈ પડી હતી. 

Murder in Royal Palace


   થોડાક સમય પહેલાં જ્યાં ખુશીનો માહોલ ત્યાં ડર અને દુઃખનો માહોલ બની ગયો હતો. લોકોની અંદરોઅંદરની ગુસપુસ પણ બંધ થઇ ગઇ હતી. મોહિત પણ સંજયની લાશની બાજુમાં બેસીને રડવા લાગ્યો હતો. એટલામાં જ પોલીસ આવી પહોંચી. 
   શહેરના બાહોશ પોલીસ ઓફિસર ઇન્સપેક્ટર વિક્રાંતે આવતાંની સાથે જ બધાંની ચેકીંગ શરૂ કરાવી દીધી, મેનેજર પાસે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ અને મહેમાનોની લિસ્ટ મંગાવી. પોલીસના ફોટોગ્રાફર્સ ડેડબોડીના ફોટા પાડતાં હતાં. કોન્સ્ટેબલ પાંડેએ લાશની આજુબાજુ માર્ક્સ કરીને વ્હાઇટ ચાદર ઓઢાવી દીધી. વિક્રાંતે એ સમય દરમ્યાન આખા હૉલનું પરીક્ષણ કર્યું અને મહેમાનોને પૂછપરછ કરી. માયા હજી પણ બેશુદ્ધ અવસ્થામાં હોવાથી એને પૂછવાનું માંડી વાળ્યું. ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં પછી એ મોહિત પાસે ગયો. એ હજી પણ રડતો હતો. 

" હું તમારું દુઃખ સમજી શકું છું પણ અમને સહકાર આપશો તો ખૂની સુધી સરળતાથી પહોંચી શકીશું."

" જી, જરૂર. આજે મારા મોટાભાઈ એટલેકે સંજય શંકર અને ભાભી માયાની પાંચમી વેડિંગ એનિવર્સરી હતી. એમના માટે મેં મોટાં પાયે પાર્ટી આપી હતી. બધાં પાર્ટીમાં કપલ ડાન્સ કરતાં હતા અને અચાનક જ લાઈટો ગઇ, અને જયારે લાઈટો આવે છે ત્યારે મોટાં ભાઈ..." એ બોલતાં બોલતાં રડી પડ્યો

" હં.. સંજય શંકરના કોઈ દુશ્મન ખરાં! કે તમને કોઈના પર શક છે?"

" શક તો શું હોય સાહેબ. અહીંયા બધાં જ પોતાના હતાં."

" ઘટના બની ત્યારે તમે ક્યાં હતાં?" વિક્રાંતે પૂછ્યું

" હું આ બાજુ મારી ફ્રેન્ડ કાયા સાથે ડાન્સ કરતો હતો." આંગળી ચીંધવીને એ જગ્યા બતાવી," અચાનક જ લાઈટો જવાથી હું તરત મેનેજર પાસે ગયો અને એને ચેક કરવાં મોકલ્યો."

" કેટલાં સમય માટે લાઈટો બંધ રહી હતી?"

" લગભગ પંદર વીસ સેકન્ડ. ઇન્સપેક્ટર તમને આટલી મોટી હોટલમાં આમ લાઈટો જાય એ કંઈક અજીબ નથી લાગતું?" 

" એ તો અમે શોધી કાઢીશું. એ અજીબ કારણ અને ખૂનીને પણ." વિક્રાંત બોલ્યો," ઓકે. હમણાં તો આપણે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈએ પછી ખબર પડશે. જ્યારે જરૂર પડશે ત્યારે તમને બોલાવીશ."

.

.

.

.

.

*****

(બીજો ભાગ આવતી કાલે રાત્રે  9:00 વાગ્યે!)

તો, નિયમિત અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો!

Comments

  1. Full suspense bhai ....kyare khulse suspense.😅

    ReplyDelete
    Replies
    1. Note the date - August 5th! and Conclusion on 6th!😀

      Delete

Post a Comment

Popular Posts