Murder in Royal Palace - 6
મર્ડર ઇન રોયલ પેલેસ - 6
વિક્રાંતે બોલાવેલા બધાં જ લોકો સમય પહેલાં રૉયલ હૉલ પહોંચી ગયા હતા. બસ વિક્રાંતની રાહ જોવાતી હતી. લોકો અંદરોઅંદર ગુસપુસ ગુસપુસ કરતાં હતાં. એવામાં જ વિક્રાંત અને પાંડે આવી પહોંચ્યા. વિક્રાંતે હૉલના બધા દરવાજા પાસે પોલીસ ગોઠવી દીધી હતી.
" કેમ છો! હવે તમે બધા અહિયાં છો એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે ખૂની તમારામાંથી જ કોઈક હશે." વિક્રાંતે વાત શરૂ કરી
ભેગા થયેલા લોકો એકબીજા સામું જોવા મંડ્યા.
" ચાલો હું જ શરૂઆત કરું." વિક્રાંતે શરૂઆત કરી," સંજય શંકરની બીજી પત્ની ઉર્ફે માયા, જે પાંચ વર્ષ પહેલાં સંજયની સેક્રેટરી હતી. પૈસાની લાલચમાં એને સંજયને ફસાવ્યો અને લગ્ન કર્યા પણ પ્રેમ બીજાની સાથે!" માયા ઠંડી પડી ગઈ
" ખરું ને મિસ્ટર આલોક મહેતા ઉર્ફ બિઝનેસ પાર્ટનર ઉર્ફ વાઈફ પાર્ટનર." વિક્રાંત મહેતા પાસે જઈને બોલ્યો," અને તમે તો માયા સાથે જ ભણતાં હતાં ને! તો પ્રેમ થવો એ કંઈ નવાઈ નથી." મહેતાએ નીચું મો કરી દીધું.
" માયા!!!" મોહિત ગુસ્સો કરતાં બોલ્યો.
" અહં, કેમ મોહિત! તમે પણ સંજયને ખુશામત કરવાં પાર્ટી નહોતી આપી! અને આ પાર્ટી ના થઇ હોત તો તમારી કંપનીમાં મહેતાસાહેબ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરતાં!" ઇન્સ્પેક્ટર વિક્રાંતે એને પણ ચૂપ કરાવી દીધો.
" પણ મુદ્દો એ નથી કે તમે તમારો સ્વાર્થ સાધ્યો, પણ મુદ્દો એ છે કે ખૂન કોણે કર્યું?" વાત આગળ ચાલુ રાખતાં વિક્રાંત બોલ્યાં, " માયા, તમને તો યાદ જ હશે કે તમારા લગ્ન પહેલાં કંપનીનું નામ સુંદરવન કન્સ્ટ્રકશન્સ હતું. પણ તમારા સંજયના જીવનમાં પ્રવેશ્યા બાદ માયા કન્સ્ટ્રક્શન્સ થયું! તો જરા એ પણ જણાવો કે એ કેવી રીતે થયું?"
" એ તો લલિત પટેલના કંપનીમાંથી નીકળ્યાં પછી સંજયે મારા નામે બદલી હતી." માયાએ જવાબ આપ્યો
" ના ના. જરા વાત સુધારો...
એ નીકળ્યાં નહોતા એમને નીકાળવામાં આવ્યાં હતાં. એમને તમારા અને મહેતાંના સંબંધોની જાણ થઈ ગઈ હતી. અને એટલે તમે જ સંજયને એમના વિરુદ્ધ ખોટું ભરમાવીને કંપની બહાર કાઢી મૂકાવ્યા હતા... પણ પછી એમનું શું થયું એ ખબર છે?" વિક્રાંતે ઘટસ્ફોટ કર્યો," એમને આપઘાત કર્યો હતો."
" હા તો એમાં અમારે શું? અમે થોડી કહ્યું હતું?" માયા બોલી ઉઠી
" એ આપઘાત લલિતે સંજયને કારણે કર્યો હતો એવું લલિત પટેલની બહેન માનતી હતી. એટલે જ એને સંજય શંકર નું ખૂન કર્યું." વિક્રાંતે બધા પત્તાં ખુલ્લા કરી દીધાં.
" પણ કોણ છે એ લલિત પટેલની બહેન?" બધાં એકસાથે બોલી ઉઠ્યાં સિવાય એક
વિક્રાંત મોહિતની બાજુમાં ઉભેલી કાયા પાસે જઈને બોલ્યા, " બરાબર ને કાયા પટેલ!" કાયાનું મોં ગુસ્સાથી લાલ થઈ ગયું.
" બરાબર. મેં જ કર્યું હતું ખૂન...પણ મને નહોતી ખબર કે મૂળ કારણ આ માયા છે." એને વિક્રાંતના પોકેટમાંથી બંદૂક ખેંચીને માયા તરફ રાખી ટ્રિગર દબાવ્યું પણ ગોળી ના છૂટી.
" શાંત થાઓ. પોલીસના ખિસ્સા પાસેની બંદૂકમાં ગોળી હોય એવું જરૂરી નથી." પોતાના પગમાં ખોસેલી બંદૂક કાઢી વિક્રાંત બોલ્યો, " હવે ચુપચાપ સરેન્ડર કરી દો." મહિલા પોલીસ આવીને કાયાને લઈ ગઈ.
એનાં ગયાં પછી વિક્રાંત બોલ્યો,
" કેસ અહિયાં પૂરો નથી થતો...
અત્યારે તો જાઉં છું ફરી મુલાકાત થશે આપણી... કોર્ટમાં."આટલું કહીને એ નીકળી ગયો
.
.
.
.
.
****
(હજી વાર્તા પૂરી નથી થઈ!)
છેલ્લો ભાગ..
કાલે..
રાત્રે નવ વાગ્યે!
Comments
Post a Comment