Murder in Royal Palace - 3

મર્ડર ઇન રોયલ પેલેસ - 3


" જોયું સાહેબ! આજના પેપરોમાં આવી ગયું 'શહેરની મશહૂર માયા કન્સ્ટ્રકશન્સ કંપનીના માલિક સંજય શંકરની થઈ હત્યા', મર્ડર ઇન ધ રૉયલ પેલેસ." પાંડેએ સમાચાર વાંચ્યા.

Murder in Royal Palace


" હં... પાંડે, કેસ જોઈએ એટલો સીધો નથી લાગતો. જ્યાં શહેરના મોટા માણસો ભેગા થયાં હોય ત્યાં લાઈટો સામાન્ય રીતે ના જાય. લાઈટો જવાનાં કારણે સીસીટીવી કેમેરામાં પણ કંઈ રેકોર્ડ નથી થયું. છે તો કોઈ અંદરવાળાનો જ હાથ. તને શું લાગે છે?"

" સાહેબ, સાંભળ્યું છે કે સંજય શંકર રંગીન મિજાજના માણસ હતાં. એમનું આ માયા સાથે બીજું લગ્ન હતું. લગ્ન વખતે માયાની ઉંમર ત્રેવીસ વરસ હતી અને સંજયની પાંત્રીસ. લગ્ન પહેલાં માયા એમની ઓફીસમાં સેક્રેટરી હતી. માયાએ એને પ્રેમજાળમાં ફસાવીને પહેલી પત્ની સાથે છૂટાછેડા કરાવ્યાં, પછી તે પરણી."

" એને અને ખૂનને શું લેવા દેવા!"

" સાહેબ છે લેવાદેવા. માયા કન્સ્ટ્રક્શન્સ કંપની પહેલાં સુંદરવન કન્સ્ટ્રક્શન્સનાં નામે જાણીતી હતી, જેનાં બે ભાગીદાર હતાં - સંજય શંકર અને લલિત પટેલ. સંજય પાસે કંપનીનો 50% ભાગ હતો જેમાંથી 10% લગ્ન પછી માયાને આપ્યો. અને રહી વાત લલિતની તો એને થોડા સમય પહેલાં જ સંજયે વાંકુ પડતાં એને કાઢી નાખ્યો અને શૅર પચાવી પાડ્યા. સુંદરવન કન્સ્ટ્રકશન્સનું નામ બદલીને માયા કન્સ્ટ્રકશન્સ થઈ ગયું. હવે જો સંજય મરી જાય તો માયાનાં હાથમાં 60-70% ભાગ આવે એમ છે. બાકી કોઈ ખૂબસૂરત અને જવાન બલા આની સાથે લગ્ન કરે! શું કહેવું સાહેબ!" પાંડેએ પોતાની વાત પૂરી કરી

" શક તો બધાં પર કરી શકીએ છીએ, પણ પાંડે એક કામ કર તું હોટલના કંટ્રોલ રૂમમાં જા અને ત્યાંથી સીસીટીવી ફૂટેજ લઈ આવ અને પેલા લાઈટો ચાલુ બંધ કરનારને શોધ. હું સંજય શંકરના ઘરે માયાની પૂછપરછ કરતો આવું."

.

.

.

.

*****

(બીજો ભાગ આવતી કાલે રાત્રે 9:00 વાગ્યે)

Comments

Popular Posts