E raate - A Horror story
એ રાતે
એ રાતે આકાશમાં ચાંદ નહોતો ઉગ્યો. દિવસે ઘટાદાર વૃક્ષોથી સુંદર લાગતો એ જ રસ્તો રાત્રે અંધારામાં ઘણો જ વિકરાળ લાગતો હતો. ગામના લોકોની પણ સૂર્યાસ્ત બાદથી અવર-જવર બંધ થઈ ગઈ હતી. આખા રસ્તા પર તમરાં અને નિશાચર પક્ષીઓનાં અવાજ સ્પષ્ટ સંભળાતા હતા. એ કાચા રસ્તા પર સ્ટ્રીટ-લાઈટો પણ નહોતી.
રાત ના લગભગ સાડા દસ વાગ્યા હશે. અલય મેડિકલ કેમ્પ માટે વિજયગઢ નામનાં ગામમાં આવ્યો હતો. એ જરૂરી દવાઓ અને સમાન લેવા નજીકના શહેરમાં ગયો હતો, અને ત્યાંથી આ રસ્તે પરત ફરી રહ્યો હતો.
અંધારું હોવાથી અલય બાઈકની હેડલાઈટના અજવાળે આગળ વધતો હતો. એને શ્રીજીપુરાની હદ વટાવી હશે ને થોડાંક જ અંતરે અચાનક તેનું બાઇક બંધ પડી ગયું. તેને બાઇક ને કીક મારી અને સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પણ બાઇક ચાલુ ના થયું. એ પેટ્રોલ ચેક કરે છે તો આશ્ચર્ય પામે છે, 'હમણાં જ તો પેટ્રોલ પુરાવ્યું છે અને એટલી વારમાં પૂરું પણ થઈ ગયું! હવે અહીંયાંથી આગળ કઈ રીતે વધીશ!' આમ તો એ ડૉક્ટર હોવાનાં કારણે વિજ્ઞાનમાં વિશ્વાસ કરતો હતો પણ આજુબાજુનું અંધારું ઉપરાંત સૂમસામ રસ્તો જોઈને એના મનમાં એક ડરની લહેરખી પસાર થઈ ગઈ.
એને મોબાઈલ કાઢીને કેમ્પની ઓર્ગેનાઇઝર રિયાને કૉલ કર્યો પણ મોબાઈલ ફક્ત એક રિંગ વાગીને બંધ થઇ ગયો. એના મોબાઈલ માં જોયું તો બેટરી લૉ હતી, અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આમ એકદમ જ એના મોબાઈલની બેટરી કેવી રીતે ઊતરી ગઈ! એને કંઇક અજુગતું બનવાનો આભાસ થતો હતો. આ બધું એક જ સમયે થવું એ કોઈ સામાન્ય ઘટના નહોતી. તે છતાં એ હિંમત રાખીને અંધારા રસ્તે ધીમે ધીમે બાઇક લઈ આગળ વધી રહ્યો હતો.
થોડાંક જ પગલાં આગળ જતાં પિયાનો વાગવાનો અવાજ સંભળાય છે. એ આશ્ચર્ય પામે છે આવી જગ્યાએ પિયાનો કોણ વગાડતું હશે! રસ્તાથી થોડેક દૂર,ખેતરો ની વચ્ચે બંધાયેલા એક ઘરની બારી માંથી પીળા પ્રકાશની સાથે સંગીત રેલાતું હતું. અહિયાં કોઈ મદદ મળશે એ આશાએ ઘર પાસે જઈ દરવાજો ખખડાવે છે.
પિયાનો વાગતો બંધ થાય છે અને એક સુંદર યુવતી હાથમાં ફાનસ સાથે આવીને દરવાજો ખોલે છે.

"હા, બોલો." એ બોલી
અલય તો એ યુવતીની સુંદરતા જોઈને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. એનાં કાળા લાંબા વાળ ફાનસના અજવાળામાં સોનેરી લાગી રહ્યા હતા. એનો આકર્ષક ચહેરો, કથ્થાઈ આંખો, ગુલાબી ગાલ અને ભરાવદાર શરીર કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે.
"જી, હું બાજુનાં ગામમાં મેડિકલ કેમ્પમાં આવ્યો છું. મારા બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને મોબાઈલમાં ચાર્જ પણ નથી, તો જરા મદદ મળી શકશે?" અલય ભાનમાં આવતા બોલ્યો
"હા, કેમ નહીં! આવો." એને મીઠો આવકાર આપ્યો
અલય ફાનસના અજવાળે ઘર જોતો જોતો અંદર જઈ રહ્યો હતો. બહારથી નાનું લાગતું ઘર અંદરથી ઘણું વિશાળ અને સુંદર હતું બિલકુલ એ છોકરી જેવું.
"ઘર ખૂબ જ સુંદર છે, મિસ...?"
"મિસ નહીં આરોહી. મારુ નામ આરોહી છે. અને તમારું?" એ નિર્દોષતાથી હસીને બોલી
"હું અલય. બાય ધ વે અહીં તમે એકલા જ રહો છો?" અલયે દીવાનખંડનાં સોફા પર બેસતા જણાવ્યું
"પંદર વર્ષ પહેલાં મારા પિતાજીનું અવસાન થઈ ગયેલું. ત્યારથી હું અને ગીતાઆઈ- અમારા નોકરાણી બે જ રહીએ છીએ. એ અત્યારે શ્રીજીપુરા ગયા છે એમના છોકરાંને ટ્રેનમાં વળાવવા. એ હમણાં આવતાં જ હશે, એમને કહીને તમારા રાત્રિ-રોકાણ ની વ્યવસ્થા કરાવી દઈશ." એ આરોહીએ પિયાનો પાસે બેસતા જણાવ્યું
" ના ના... મારે કેમ્પમાં જવું જોઈએ. કદાચ કોઈ ઇમરજન્સી આવે તો મારે એક ડૉકટરની ફરજ બજાવવી પડે."
" પણ અત્યારે આટલી મોડી રાત્રે અહીંયાંથી આગળ જવું એ શક્ય નથી. અહિયાં આસપાસ ક્યાંય પેટ્રોલ પણ નહીં મળે અને તમારા મોબાઈલમાં ચાર્જ પણ નથી. આથી તમારા માટે અહીં રાત રોકાવું જોઈએ." એ દીવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોઈ બોલી
અલયને પણ વાત ઠીક લાગી, કે રાતના અગિયાર વાગ્યે એ ભયાનક રસ્તા પર જવા કરતાં અહીંયા રોકાઈ જવું ઠીક છે એટલે એ આગળ કાંઈ બોલ્યો નહીં. આરોહીએ ફાનસને પિયાનો પર મૂકીને વગાડવાનું શરૂ કર્યું.

એના પિયાનોના સૂર ધીમે ધીમે ગહન બનતા જતાં હતાં. એના સૂર કંઈક અજીબ પ્રકારની વેદનાની અનુભૂતિ કરાવતા હતા.
આરોહી એ સૂર સાથે એકદમ મશગૂલ થઈ ગઈ હતી. તેના મોંઢા પરના ભાવ એ સૂરની સાથે વધુ ગંભીર બનતાં જતાં હતાં. અને છેલ્લે એનાં આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. એ પિયાનો પર માથું ઢાળીને ચોધાર આંસુએ રડવા માંડી. એનાં રડવાની સાથે સાથે એની આસપાસ આખું ઘર રડતું હોય તેવું વાતાવરણ ઉભું થઈ ગયું.
અલય ધીમે રહીને તેની પાસે જાય છે અને પ્રેમથી એનાં મોંઢાને ઊંચું કરે છે, એ મોં જોઈને એ બે ડગલાં પાછો હટી જાય છે. આરોહીનું મોં લોહીથી તરડાઈ ગયું હતું, એની આંખો લાલઘૂમ બની ગઈ હતી, એના વાળ હવામાં અધ્ધર થઇ ગયા હતા.
થોડાંક સમય પહેલાં સુંદર અપ્સરા જેવી લાગતી આરોહી અચાનક જ ભયાનક ચૂડેલ બની ગઇ હતી. તે પોતાના મૂળ સ્વરૂપ માં આવી ચૂકી હતી. તે ધીમે ધીમે હુંકારા ભરતી અલય તરફ ધસી રહી હતી. અલયનાં શરીરનાં રૂંવાટા ઉભા થઇ ગયા. એનાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ. એ પાછળ તરફ જઈ રહ્યો હતો અને અચાનક જ એને દરવાજા તરફ દોટ મૂકી. પણ એ ચુડેલ તરત જ દરવાજા પાસે પહોંચી ગઈ.
અલય પાસે હવે કોઈ જ રસ્તો નહોતો. એનું મોં રડવા જેવું થઈ ગયું. એને આરોહીની સામે કરગરવાનું ચાલુ કરી દીધું.
"મેં તારું શું બગાડ્યું છે?" અલય ડરતા અવાજે બોલ્યો
"મને પૂછે છે તું!!! તારી હિંમત કઈ રીતે થઈ મને પૂછવાની??" આંખોના ડોળા બહાર કાઢીને એ બોલી
એને અલયને બોચીથી પકડીને સામેના ખૂણામાં ફેંક્યો. અલય એનાંથી બચવાના નાકામ પ્રયત્નો કરતો રહ્યો. ચૂડેલે કાન ફાટી જાય એવી ચીસો પાડી. એને અલયનું ગળું પકડીને જમીનથી બે ફુટ અધ્ધર કર્યો. એટલામાં ઘડિયાળના ટકોરા વાગ્યા.
"આજે અમાસ ની રાત છે, અને બાર વાગ્યા એટલે તારા બાર વાગી ગયા... હાહાહાહાહા.....હાહાહાહાહાહ..." આખી રૂમમાં એનું અટ્ટહાસ્ય ફેલાઈ ગયું.
એટલામાં જ ઘરનું બારણું ખુલ્યું અને એક સાધુ- મુનિએ ઘરમાં પ્રવેશ કર્યો. બે જણા એ તરફ જોઇ રહ્યા હતા. મુનિની પાછળ રિયાએ પ્રવેશ કર્યો.
"એને છોડી દે." મુનિએ એમના પ્રભાવશાળી અવાજે હુકમ કર્યો
"ના....!" એ એની આંખો કાઢીને મુનિ તરફ જોઈ રહી
મુનિએ મંત્ર બોલીને પોતાના કમંડળમાંથી પવિત્ર જળ છાંટયું. ચુડેલે એક ચીસ નાખતા અલયને જમીન પર છોડી દીધો. અલય દોડીને મુનિની પાછળ રિયા જોડે ઉભો થઇ ગયો.

"તું કોણ છે? કેમ અહીંયા આવતાં જતાં ને હેરાન કરે છે?" મુનિએ પૂછ્યું
"આવતાં જતાં દરેકને નહિ, પણ દરેક ડૉક્ટરને જ....
અહિયાં કોઈ સાજું થવાને લાયક જ નથી. કોઈ ડૉક્ટર અહીં રહેવાને લાયક નથી."
"પણ આ ડોકટરે તારું શું બગાડ્યું હતું?"
"અમે પણ એ ડૉકટરનું શું બગાડ્યું હતું? હું અને મારા પિતાજી કેટલા સુખેથી આ ગામમાં રહેતા હતા. એ વિજયગઢના નગરશેઠ હતા. એ સ્વભાવે ખૂબ જ ભોળા હતા, એમને વિજયગઢના લોકોને સારવાર માટે દૂર ના જવું પડે એટલે એમને દવાખાનું બનાવવાનું નક્કી કર્યું હતું. પણ ગામનાં મુખી અને એના ડૉકટર દીકરાએ પોતાના સ્વાર્થ ખાતર ગદ્દારી કરી. એનો છોકરો વીસ કિલોમીટર દૂર દવાખાનું ખોલીને ગરીબોને લૂંટતો હતો, એટલે મારા પિતાએ બહારના ડૉકટરોને બોલાવી ગામમાં દવાખાનું ખોલવા નિર્ણય કર્યો. પણ મુખી અને એના છોકરાએ ગામનાં લોકોને મારા પિતા વિરુદ્ધ ભરમાવ્યા, અને મંજુરી ના આપી. તો પણ મારા પિતાએ એમનાં ફાર્મહાઉસ પર, એટલે અહીંયા જ દવાખાનું ખોલાવ્યું. આજુબાજુના ગામમાંથી લોકો અહીંયા આવતાં અને સારવાર કરાવતાં. અજુબાજુના વિસ્તારમાં દવાખાનાની ખ્યાતિ વધતાં મુખીને દાઝ બળી.. એને મારા પિતાને માફી માંગીને, વિનંતી કરીને એના છોકરાને અહીંયા સેવા આપવા માટે મનાવ્યાં. મારા પિતાતો માની ગયાં. પણ એમની નિયત સારી નહોતી..
એક દિવસે હું કૉલેજથી આવીને જોઉં છું તો એ મુખીનો છોકરો મારા પિતાનું ગળું દબાવી ને જબરદસ્તી કંઈક ઇન્જેક્શન આપતો હતો. એ પોતાનો જીવ બચાવવા તરફડતા હતા. હું દોડીને બચાવવા ગઈ પણ એને મને પણ હડસેલી દીધી. મારા પિતા ઝેરના કારણે તાત્કાલિક મૃત્યુ પામ્યા. એની ભૂખ્યા વરુ જેવી નજર મારા પર પડી. હું મારા શરીરને એનાં જેવાં ના હાથે ચૂંથાવા નહોતી માંગતી. કેટલીય ઝપાઝપી બાદ મેં કેમેય કરી એનાથી મારી જાતને છૂટી પાડી. ઘરમાં ઉપરથી નીચે ભાગવા માંડી, પણ એને મને મારા જ ઘરમાં કેદ કરી દીધી હતી. મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ છૂટકો નહોતો. આ જ ખૂણા પાસે મેં અગ્નિસ્નાન કર્યું હતું. મેં એને જીવતેજીવ મારા શરીરને અડવા પણ નથી દીધો. મારુ શરીર તો નાસ પામી ચૂક્યું હતું પણ આત્મા નહીં. એ પછી મુખી અને એના છોકરાને અને દરેક ડૉક્ટરને મેં આવી જ રીતે દર્દનાક મોત આપ્યું છે. અને હવે આ પણ નહીં બચે."
"નહીં, તું આમ ના કરી શકે." મુનિએ એને સ્વસ્થતાથી જવાબ આપ્યો
"જુઓ, હું તમને સમજું છું આરોહી. પણ અમે એવા નથી. એ મુખીના છોકરા જેવાં ડૉક્ટર સમાજમાં જીવવાને લાયક નથી. ડૉક્ટરનું કામ જીવ બચાવવાનું છે જીવ લેવાનું નઈ. હું તમને ખાતરી આપું છું કે એવું કોઈ નહીં કરે બલ્કે અમે દર્દીઓને મફતમાં સારવાર આપીશું."
મુનિએ અમુક મંત્રો બોલી ફરીથી જળ છાંટયું, એની આત્માને એક કળશમાં પુરી દીધી.
એ બાદ મુનિએ આરોહીના આત્મા માટે હવન કર્યું અને અલયે વિજયગઢમાં આરોહી સારવાર કેન્દ્ર ખોલ્યું...
એ પછી કદી કોઈ એવો અણબનાવ ન થયો.
******
"રિયા તને એ રાતે કેમની ખબર પડી કે હું ત્યાં જ હતો?" બાગમાં ફરતા ફરતા અલયે સવાલ પૂછ્યો
"યાદ કર, તે મોબાઈલ સ્વિચ ઓફ થતાં પહેલાં મને મિસકોલ કરેલો. એ આધારે મેં નેટવર્ક ઓપરેટર પાસે તારું લોકેશન કઢાવ્યું હતું. અને એતો સારું થયું કે આપણા કેમ્પમાં એક વૃદ્ધ દાદા હતા જેમણે મારી ઓપરેટર જોડેની વાતો સાંભળી અને પરિસ્થિતિ સમજાવીને મને પાદરે રહેતા સાધુ મુનિની મદદ લેવા જણાવ્યું. અને અમે ખરા સમયે આવી પહોંચ્યા."
"સારું કહેવાય. આમ તો આરોહી સાચી હતી પણ એની રીત ખોટી હતી. હવે એ કદી નહીં મળે." અલયે નિસાસો નાખ્યો
એ પોતાની નજર ઊંચી કરીને જુએ છે તો આરોહી એની સામે હવામાં હસતી દેખાય છે...એ જ એના અપ્સરા વાળા સ્વરૂપમાં....

Comments
Post a Comment