5 Amazing Gujarati Novels to read

5 અદ્ભુત વાંચવા લાયક ગુજરાતી નવલકથાઓ


"21 દિવસનાં લોક-ડાઉન ની વચ્ચે ઘરમાં સમય કેવી રીતે પસાર કરવો?" આ સવાલ ઘણાં લોકોને થતો હોય છે. 

તો આજે નવલકથા પ્રેમીઓ માટે ખાસ એક સંગ્રહ બનાવ્યો છે, જ્યાં વાંચવા માટે 5 અદ્ભુત ગુજરાતી નવલકથાઓનો સમાવેશ કરેલ છે.

આ નવલકથાઓ વાંચવા માટે ઓનલાઈન ફ્રી ઉપલબ્ધ છે જેની લિન્ક આ પોસ્ટમાં આપેલી છે.


5 Amazing Gujarati Novels to read


1) સરસ્વતીચંદ્ર

       શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા રચિત ઉત્તમ નવલકથા એટલે સરસ્વતીચંદ્ર. કુમુદસુંદરી અને સરસ્વતીચંદ્રની પ્રેમ ગાથાને સંજય લીલા ભણસાલી પણ ટેલીવિઝન પર ઉતારી ચૂક્યા છે. આ અગાઉ સરસ્વતીચંદ્ર નામની મનીષ સાહેબ અને નુતનની જૂની ફિલમ પણ બની ચૂકી છે. ગુજરાતી ભાષાની સુંદર અને ઉત્તમ નવલકથા આજે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. વાંચવા માટે ક્લિક કરો.

2) તત્વમસિ

          15000 થી પણ વધારે વેચાઈ ચૂકેલી નકલો, 9 જેટલી આવૃત્તિઓમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ શ્રી ધ્રુવ ભટ્ટ ની અદ્ભુત નવલકથા એટલે 'તત્વમસિ'. નવલકથા નર્મદાની સાથે સાથે એક અલગ જ દુનિયાની પણ પરિક્રમા કરાવે છે. પ્રકૃતિનાં સાન્નિધ્યનો જીવંત અહેસાસ કરાવતી આ નવલકથા પરથી ગુજરાતી ફિલમ 'રેવા' બની ચૂકી છે. વાંચવા માટે ક્લિક કરો.

3) રા' ગંગાજળિયો 

          જુનાગઢનાં રા' માંડળિક જે છેલ્લો ગંગાજળિયો તરીકે ઓળખતો હતો એની કથા. આ નવલકથા આપણાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા એપ્રિલ 1939 માં રચાયેલી છે. વાંચવા માટે ક્લિક કરો. પ્રતિલિપિ પર વાંચવા માટે ક્લિક કરો.

4) અકૂપાર

        શ્રી ધ્રુવ ભટ્ટ દ્વારા રચિત એક અદ્ભુત રોમાંચક નવલકથા એટલે અકૂપાર. જેમને ‘તત્વમસિ’, ‘ અગ્નિકન્યા’, ‘લવલી પાન હાઉસ’ વાંચી હશે એમને આ કથા વાંચવા માટે ખૂબ ઉત્સુકતા હશે અથવા તો આ વાંચી નાંખી હશે એવું હું માનું છું. વાંચવા માટે ક્લિક કરો.

5) નોર્થપોલ

           એક એવી નવલકથા જેને વાંચવાની નહીં પરંતુ જીવી જાણવાની ઈચ્છા થાય. શ્રી જીતેશ દોંગા દ્વારા રચિત ઘણી અદ્ભુત નવલકથાઓ માં ની એક. 36 પ્રકરણથી બનેલી આ કથા, ગોપાલ થકી તમને એક સફર કરાવશે. વાંચવા માટે ક્લિક કરો. 



P.S. :- જો સસ્પેન્સ, થ્રીલર, મર્ડર મિસ્ટ્રી, હોરર થી ભરપૂર વાર્તા વાંચવાનો શોખ હોય તો એક વાર બંદના ટોકીઝ જરૂર વાંચવા જેવી. 😉

Comments

Popular Posts