An Illusion of science 3



01001100 લેક્સિનો હાથ પકડે છે અને આંખના ઝબકારે એ લોકો લાઈબ્રેરી પાસે પહોંચી જાય છે....

એક જમાનામાં વિશ્વની ખ્યાતનામ ગણાતી જગ્યાએ આજની એક જૂની લાઈબ્રેરી હતી.

તેઓ હિસ્ટરી સેક્શનમાં જાય છે...
લેક્સિ એક પછી એક બુક હાથમાં લઈને મગજમાં સ્કેન કરતી જાય છે. આ જોઈને પેલી મહિલા દંગ રહી જાય છે..

પાંચ મિનિટ માં એ પુરા સેક્શનની બુક્સ વાંચી લે છે..

"ચલો" લેક્સિ બોલી

"કેમ?" પેલી આશ્ચર્ય સાથે પૂછે છે

"આમાં બધી બુક્સમાં 2250 સુધીની જ માહિતી છે, પરંતુ એના પહેલાં નું કાંઈ નથી. તમારો કાંઈ ભૂતકાળ આમાં નથી."

"કોણે કીધું કે ભૂતકાળ નથી?" પાછળ થી એક વૃદ્ધ બોલ્યા

એ વૃદ્ધ પોતાના ચશ્માં લૂછતાં લૂછતાં લેક્સિ પાસે આવ્યા.

"હું જાણું છું તમારો ઇતિહાસ." વૃદ્ધ બોલ્યા

આગળ બોલ્યા,
"આજ થી ઘણાં વર્ષો પહેલાં આ પૃથ્વી પર એક મોટું યુધ્ધ લડાઈ ગયું. બે મહાન રાષ્ટ્રો એકબીજા સાથે ખૂબ ઝનૂન થી લડયાં હતાં, અને એનું પરિણામ પૂરી પૃથ્વીએ ભોગવવું પડ્યું. તે લોકોએ પરમાણું શસ્ત્રો વડે પુરી સૃષ્ટિનું નિકંન્દન કાઢ્યું હતું."

"તો પછી આ દુનિયા..."

"આ દુનિયાનો ઉદ્દભવ માંડ દોઢસો વરસ પહેલાં થયેલો છે."

"શું???" 01001100 બોલી ઉઠે છે

"આ કઈ રીતે શક્ય છે! એ જમાનો જેનું નિકંદન વળી ચૂક્યું હોય તેના કરતાં વધુ એડવાન્સ કઇ રીતે હોય શકે? એ બાઇનરી લેંગ્વેજ, આ રોબોટિક્સ, આ ઊડતી કાર, વગેરેના કોન્સેપ્ટ તો અમારામાં લાવતા વર્ષો ના વર્ષો લાગી ગયા હતા, તો પછી તમે ફકત દોઢસો વર્ષમાં..?" એક આશ્ચર્ય સાથે લેક્સિ પૂછે છે

"જે સમયે આ યુદ્ધ થવાનું હતું, ત્યારે એક સ્પેસ એજન્સીએ ચાલાકી પૂર્વક કે પૂર્વતૈયારી રૂપે, પાંચ અતિ બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોને ફરી જીવનની શરૂઆત કરી શકે તેવા તત્વો, રસાયણો અને અમુક મશીનો સાથે ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) પર મોકલી દીધા હતા. તેઓની સાથે એક એક્સપરિમેન્ટ નું મશીન પણ હતું. કહેવાય છે કે એ મશીનમાં કોઈ મહિલા ને રાખેલી છે જે કેટલાય વર્ષોથી એક જ અવસ્થામાં છે."

"શું???" લેક્સિના અચરજનો કંઈ પાર ન રહ્યો

"હા, એના પછીના વર્ષોમાં પૃથ્વી પર પરમાણું યુદ્ધ ખેલાયું. બધું જ નષ્ટ થઈ ગયું હતું... ત્યાર બાદ ISS પર રહેલા વૈજ્ઞાનિકો પાછા ફર્યા, તેઓએ એક નવી દુનિયાની શરૂઆત કરી જ્યાં આધુનિકતા અને સૃષ્ટિનો સમન્વય હતો."

"તો પેલી મહિલા???" લેક્સિ બોલી

"એ તો ખબર નથી પણ એ વૈજ્ઞાનિકોમાંનો એક હું છું, અને મારી ગણતરી મુજબ એક દિવસ તું જરૂર અહીં આવવાની હતી..."

"પણ એમને કઈ રીતે ખબર?" લેક્સિ બોલી

એ વૃદ્ધે રિમોટ વડે બટન દબાવીને હવામાં એક પારદર્શક ડિસ્પ્લે પર એક ફોટો બતાવ્યો...

"આ તો ડોકટર વિલિયમ્સ છે, જેમણે મારી પર એક્સપરિમેન્ટ કર્યો હતો." લેક્સિ બોલી

"યસ. એમના ગણિત અનુસાર તું અહિયાં આવવાની હતી.
એમ આઈ રાઈટ લેક્સિ ?" 

"હા. હું જ લેક્સિ છું. પણ હું અહિયાં કઈ રીતે આવી એ ખ્યાલ નથી."

"હું જ ડૉ. વિલિયમ્સ છું, અને બીજી એક હકીકત એ છે કે આ દુનિયામાં તું જીવતી નથી. ફક્ત તારું મગજ જ જીવિત છે." વૃદ્ધ બોલ્યા

"આ કઈ રીતે શક્ય છે? આને તો મારા બાળકનો જીવ બચાવ્યો હતો. તો એ જીવિત જ હોય ને" 01001100 બોલી

"લેક્સિ, આ દુનિયા બીજા કોઈની નહિ પણ તારી જ કલ્પનાથી નિર્મિત છે. અને આ 01001100 નામની મહિલા એ તને કરાવવામાં આવેલી એક કલ્પના માત્ર છે."

"તો અત્યારે હું ક્યાં છું?"

"એક જ મિનિટ!" ડોક્ટર લેક્સિની આંગળીને જોરથી ઝાટકો આપે છે

એ ઝાટકો એટલો સખત હોય છે કે આજુબાજુનું બધું ઉથલ પથલ થઈ જાય છે, મકાનો એકબીજા પર પડી ઉઠે છે, ક્યાંક થી મોટે મોટા પાણીનાં ફુવારા ઉછળે છે.
અને એક લેક્સિ એક મોટી ચીસ પાડી ઉઠે છે.

એ ચીસ સાથે જ એની આંખો ખૂલે છે.

જુએ છે તો એ એક્સપરિમેન્ટ રૂમ માં જ હોય છે,
મનોચિકિત્સક ડૉ. નેલસન તેની સામે ઊભાં હોય છે.

"રિલેક્સ લેક્સિ."

"ડોકટર, આ બધું શું થયું હતું?"

"એક વિજ્ઞાનનો પ્રયોગ કર્યો હતો જે સફળ થયો છે.
હું તને તારા બધા સવાલો ના જવાબ આપીશ,પણ પહેલાં તે શું જોયું અને શું અનુભવ્યું એ જણાવ."

લેક્સિએ અથ થી માંડીને ઇતિ સુધી વાત કરી અને છેલ્લે પૂછે છે, "ડૉ. વિલિયમ્સ ક્યાં છે? એમણે જ મને જગાડી હતી, અને કેટલો સમય વીતી ગયો?" 

"ડૉ. વિલિયમ્સ એ બાજુના રૂમ માં છે. એમને પણ તારું જ ઇલ્લુશન આપવામાં આવ્યું છે.
એવું ઇલ્લુશન - એટલે કે ભ્રમણા જેમાં તને લાગતું હતું કે તારું મગજ 100% કાર્યરત છે, એ અમારા દ્વારા જ બનાવાયું હતું. 
જે પણ તારી સાથે બન્યું, જે કંઈ પણ તને કહેવાયુ, અને તું વિચારતી એ તું નહીં, પરંતુ મશીનોના ઇનપુટ હતા. 
આમ તો અમે તારું મગજ ની કાર્યક્ષમતા 100% રાખવાં માંગતા હતા પણ તને થતા કપરા અનુભવ, માનસિક નસોના ફેરફાર એ અમે સ્ક્રીન પર જોઈ શકતા હતા, આથી જ ડૉ. વિલિયમ્સ પોતે પ્રયોગમાં શામેલ થયાં અને એમને તને જગાડી. એમના આવ્યા બાદ તારાં મગજની કાર્યક્ષમતા ઘટાડી દેવામાં આવી. ચિંતા ન કર તારી ફક્ત 325 મિનિટ જ થઈ છે, એટલેકે ફક્ત પાંચ કલાક અને બેતાલીસ મિનિટ. અહીંની એક મિનિટ એ તારા માટે એક વર્ષ જેટલી સેટ કરેલી હતી.
અત્યારે તારા શરીરમાં એક દવા આપી દીધી છે, જેનાથી તું સાધારણ જીવન જીવીશ. પહેલાંની જેમ.
અને હા, ફરી કદી તકલીફ લાગે તો અમારો સંપર્ક કરજે."

"થેંક્સ ડોક્ટર. આ પ્રયોગને શું નામ આપ્યું છે?"

"અન ઇલ્લુશન ઓફ સાયન્સ."

Comments

Popular Posts