An Illusion of Science - 2

લેક્સિને એવું આભાસ થતું કે તેની સાથે હોલીવૂડની મૂવી જેમ થઈ રહ્યું હતું.
પણ,
પણ,
પણ ફિલ્મો અને વાસ્તવિક જીવન માં ફરક હોય, અને આ તો એની સામે વાસ્તવિકતા હતી.
લેક્સિ રૂમ માંથી બહાર નીકળી...
બધું અજાણ્યું અજાણ્યું લાગવા માંડ્યું.
તેને કંઈક અલગ જ અનુભવ થવા માંડ્યા.
તેનું મગજ પ્રકાશની ઝડપ થી પણ વધુ ગતિએ કામ કરવા લાગ્યું.
એને ઘડિયાળ સામે જોયું તો ખબર પડી કે એ એના સમય કરતાં ઘણી આગળ નીકળી ચુકી છે.
તારીખ જુએ છે તો વર્ષ 2342 ની કોઈક તારીખ બતાવી રહ્યું હતું.
"ઓહ માય ગોડ!"
એ એના સમયથી 325 વર્ષ આગળ નીકળી ચુકી હતી!
એ બહાર જુએ છે તો...
બધું જ બદલાઈ ગયું હતું,
કાર હવામાં ઊડતી હતી, રસ્તા ઉપર કંઈક ચમકતી ડિજિટલ સ્ક્રીન જોવા મળતી જ્યાં બાઇનરી ભાષા માં લખાણ દેખાતા હતા..
આકાશમાં સૂર્યની આગળ એક પારદર્શક કુત્રિમ ગ્રહ નજરે ચડતો હતો જે સૂર્યની ગરમીને શોષી લેતો હતો અને ફક્ત પૃથ્વી પર પ્રકાશ પહોંચાડતો હતો.
માણસોના ચહેરાઓ બદલાઈ ચુક્યા હોય છે.
અમુક ને જોઈને નક્કી નથી કરી શકતી કે આ માણસ છે કે રોબોટ!
એ આગળ ચાલતી હતી અને ત્યાં જ એને નજરે ચડે છે કે એક નવજાત બાળક ઘણી ઊંચાઈએથી ઊડતી કાર માંથી નીચે પડી રહ્યું હોય છે,
એ બાળકને બચાવવા દોડે છે પણ ખૂબ જ ઝડપના કારણે એ ઉડવા લાગે છે અને બાળક ને સહીસલામત પકડીને નીચે ઉતારે છે.
એની પાછળ થોડીક ક્ષણોમાં એક કાર લૅન્ડ થઈ, એ કાર સામું જોઈ રહી.
કારનો દરવાજો ખૂલ્યો અને એક આધુનિક યુગની મહિલા દોડતી આવી અને બાળકને પોતાના હાથમાં લઈ લીધો.
એ મહિલાએ થેન્ક્સ કહી હેન્ડશેક કરવા હાથ આગળ ધર્યો.
લેક્સિએ હેન્ડશેક કરતાંની સાથે જ સામેની મહિલાની માહિતી એના મગજમાં આવી ગઈ.
"ઓહ, તમારું નામ 01001100 છે!"
"હા, પણ તમને કઈ રીતે ખબર પડી?" એ આશ્ચર્ય સાથે બોલી
"મને આપના માધ્યમથી ઘણી એવી માહિતી ખ્યાલ આવી ગઈ છે કે જે તમે વિચારી પણ નહીં હોય!"
"હેં!!!" એને શું કહેવું એ સુજ્યું નહીં
"હા."
થોડીક ક્ષણો માટે તો એ સ્ત્રી આશ્ચર્ય માં મુકાઈ ગઈ.
પછી તે સ્વસ્થ થતા બોલી, "જો તમને વાંધો ન હોય તો આપણે નજીકના કેફે માં જઈએ!"
"હા, સ્યોર."
*****
2342 નું કેફે એકદમ અત્યાધુનિક હતું...
ત્યાં મુકેલી સીટ ઉપર બેસી જવાનું અને સીટ આપોઆપ ટેબલ સુધી પહોંચી જાય..
ટેબલ પર એક સ્ક્રિન હતી જ્યાં જોઈતી વસ્તુઓ સિલેક્ટ કરવાની હતી, સિલેક્ટ કરેલી વસ્તુઓ ટેબલની વચ્ચેની જગ્યાએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બનીને ઉપર આવી જતી હતી.
"મેં તમને આજ પહેલાં અહીં ક્યારેય નથી જોયા." 01001100 બોલી
"હા, હું અહિયાંની અને આ સમયની પણ નથી. હું 2017 ની સાલ માંથી આવું છું.
આઈ એમ અ ટાઈમ ટ્રાવેલર."
"શું!!! આ તમે શું બોલો છો એ કંઈ ખ્યાલ છે!" એ મહિલા લેક્સિ થી ડરી ગઈ
"હા. મારા પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો.." લેક્સિએ પોતાનાં પર થયેલા પ્રયોગની વાત 01001100 ને જણાવી.
"ઓહ! તો તો તમે બુદ્ધિ ની દ્રષ્ટિએ આ સદી ના લોકો કરતાં પણ આગળ છો."
"હા"
"તો તમે અમારા વિશે શું કહી શકો?"
"હા, મારી જાણ અનુસાર અહીંયા બધાના નામ બાઇનરી કોડ માં લખાય છે અને એ રીતે અહીંની મુખ્ય ભાષા પણ બાઇનરી લેન્ગવેજ જ છે. તમારું નામ 01001100 છે જે એક જમાનાના મોર્સ કોડ પર આધારિત છે જેનો મતલબ થાય છે AIZ મતલબ જો તમેં અમારા જમાનામાં હોત તો આ તમારું નામ હોત.
તમે એક રાજવી કુટુંબ માંથી છો જે નોકર જેવા રોબોટ્સ પર નિયંત્રણ રાખે છે.
તમારા બાળકને જન્મ થયે હજી બાર જ દિવસ થયા છે.
અત્યારે તમે તમારા બાળકને શરીરમાં સાઈબોર્ગ બનાવવા માટે ની ચિપ નખાવવા લઈ ગયા હતા, જેથી પુખ્ત વયે અમર બની શકે. જો કે એ થોડાક વર્ષો વધારે જીવશે પણ અમર તો નહીં જ બની શકે.
વાસ્તવમાં આ સમયનું જીવન એ કોઈકની કલ્પનાનું જ પરિણામ છે, પણ એ કોની કલ્પના છે એ રહસ્ય છે."
એ મહિલા ફરી આશ્ચર્ય માં મુકાઈ ગઈ.
"તો શું અમારું જીવન એ કોઈની ઇમેજીનેશન એટલે કે કલ્પના માત્ર છે???"
"હા."
"જો તમારી બધી વાત સાચી છે, તો તો તમને બધી જ ખબર હશે, બરાબર ને!"
"હમ્મ. પણ આ સમયનું જીવન એ કોની કલ્પના છે એ જાણવાનું બાકી છે, જેના માટે 2017 થી 2342 ની વચ્ચે શું થયું એ જાણવું જરૂરી છે." લેક્સિ બોલી
"એનો જવાબ કદાચ 40° 41′ 21.4” N 74° 02′ 40.2” W (DMS) (આ જીપીએસ લોકેશન છે) પાસેની લાઈબ્રેરી માંથી મળી શકે."
"એ જીપીએસ લોકેશન પર તો સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી હતું."
"હશે તમારા સમયમાં, પણ અત્યારે એ જગ્યાએ ઐતિહાસિક લાઈબ્રેરી છે."
"ચાલો. તમે મારો હાથ પકડો. હું ત્યાં લઇ જાઉં" લેક્સિ બોલી
એ મહિલા લેક્સિનો હાથ પકડે છે અને આંખના ઝબકારે એ લોકો લાઈબ્રેરી પાસે પહોંચી જાય છે....
Comments
Post a Comment