Skip to main content
Shabdo Ni Samvedana By Saumya Dave
શબ્દોની સંવેદના - સૌમ્ય દવે
ઓ ભણતરની ચેકાચેક થી ઘસાઇ-ગયેલા કાગળ,
પોતાની ઝાંખી ને સ્વચ્છ કરવા હવે તું થા આગળ.
ડાયરીનાં એ પીળાં પડેલા પાનાંઓને હવે તું જગાડ,
પછી તું આગળ, અને લાગણીઓની ભરમાર તારી પાછળ.
મનની કોમળતાને જગાડી પાડ તું સહીં નું ટીપુ,
લાગશે પછી જાણે, દિલ થી ટપક્યાં છે પ્રેમનાં ઝાકળ.
ઓ કોરી પડેલી લીટીઓ, તું પૂછે તારી જાત ને,
તો દેખાશે જાણે પોતે આકાશમાં છુપાઈ ગયેલું વાદળ.
ડાયરીને પૂછીને જો તોડે સંવેદનની દીવાલ,
તો જવાબ જાણે, હું તારી આગળ ને તું સંતાઈ જા પાછળ .
ને વરસે જો પ્રેમ રૂપી અક્ષર નો વરસાદ,
તો ફક્ત ભીંજાય નહિ, તરી જાય આખું કાગળ.
- સૌમ્ય
(આવી જો આપની પાસે પણ કોઈ નવીન રચના / વિચાર હોય તો તમે મોકલી શકો છો Your Words! પર)
Nice lines Brother
ReplyDeleteThanks bhai🙌
DeleteSuperb line bro..!
ReplyDeleteThanks a lot bhai🙌
Delete