Murder in Royal Palace - 1

મર્ડર ઇન રોયલ પેલેસ - 1 


અમદાવાદનાં પૉશ વિસ્તારમાં આવેલી વિખ્યાત હોટલ ધ રૉયલ પેલેસ માં ભવ્ય પાર્ટી થઈ રહી હતી. 

શહેરની મશહૂર માયા કન્સ્ટ્રક્શન્સ કંપનીના માલિક સંજય શંકરની પાંચમી મેરેજ એનિવર્સરી હતી અને આ ખાસ પ્રસંગે શહેરની તમામ મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી હતી.
સૂરજ આથમી ચુક્યો હતો અને પાર્ટી જામી રહી હતી. 

રૉયલ હૉલની વચ્ચેવચ એક પિયાનોવાદક પિયાનો વગાડી રહ્યો હતો. કેટલાક મહેમાનો સોફ્ટડ્રિન્કસની સાથે સાથે પિયાનોની લહેજત માણી રહ્યા હતા તો કેટલાક ડાઇનિંગ ટેબલ પર ડિનર લઈ રહ્યાં હતાં. 

Murder in Royal Palace


વેઇટરો સોફ્ટડ્રિન્કસ અને સર્વિંગ પ્લેટ્સ લઈને સર્વ કરી રહ્યાં હતાં. હોટલનો મેનેજર પણ મોટી પાર્ટી હોવાથી ખડેપગે દેખરેખ રાખતો હતો.
સંજય અને માયા આગંતુક મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા હતા. એક પછી એક મહેમાનો આવી રહ્યા હતા. સંજય માયાને બધા સાથે ઓળખાણ કરાવી રહ્યો હતો.

" માયા, મીટ મિસ્ટર આલોક મહેતા, આ આપણી કંપનીનાં નવા બિઝનેસ પાર્ટનર છે." સંજયે ઈન્ટ્રો કરાવ્યો

" હેલ્લો!" આલોકે એક સ્મિત આપ્યું.

" એન્ડ ધિસ ઇસ માય ચાર્મિંગ વાઈફ માયા."

" હેલ્લો. નાઈસ ટુ મીટ યુ." માયાએ પણ વળતું સ્મિત આપ્યું.

એવામાં જ પિયાનો વાગતો બંધ થયો અને એક એનાઉન્સમેન્ટ થઈ. બધાનું ધ્યાન હૉલની વચ્ચે ઉભેલા મોહિત પર ગયું.

" ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. હું મોહિત શંકર આપ સૌનું ગ્રાન્ડ પાર્ટીમાં સ્વાગત કરું છું. મોટાભાઈ મારા માટે એક પિતા, દોસ્ત, અને એક બિઝનેસ- ગુરુ તરીકે હંમેશા સાથે રહ્યા છે અને માયા, મારી બ્યુટીફૂલ ભાભી જેઓએ મારા ભગવાન જેવા ભાઈ અને મારી હંમેશા કાળજી લીધી છે. આજે તેઓનાં લગ્નને પાંચ વર્ષ પૂરા થયાં છે તેની ખુશીમાં આ પાર્ટીનું આયોજન કર્યું છે. 
કૉંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઑફ યુ. 
એક શામ ભાઈ ભાભી કે નામ.... 
ચિયર્સ..." 

" ચિયર્સ...." બધાએ તેને વધાવી લીધો.

પિયાનો પર ક્લાસિકલ સોન્ગ,"લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ન હો..." વાગ્યું. મોહિતની રિકવેસ્ટ પર સંજય અને માયાએ કપલ ડાન્સ શરૂ કર્યો. એમને જોઈને બીજા ચારેક કપલ પણ ડાન્સ કરવાં માંડ્યા.

Murder in Royal Palace


" માયા, યુ લૂક સો ગોરજીયસ. હજી ગઈકાલે જ આપણા લગ્ન થયાં હોય તેવું લાગે છે." સંજયે એની કમર પર હાથ રાખીને ડાન્સ કરતાં કહ્યું

" ડાર્લિંગ, તું પણ તો હજી એવો જ છે જેવો લગ્ન વખતે હતો." માયાએ આંખો નચાવતાં કહ્યું

" અરે સમય પણ તારી આંખોના સાગરમાં રોકાઈ ગયો છે તો મને તો ક્યાંથી બદલાવા દે!" સંજય પણ મૂડમાં હતો

" ઓહો તો આજે શાયરાના મૂડ છે. કોઈ બીજી શાયરી સંભળાવોને શાયર..." એનાં ગળામાં હાથ નાખીને બોલી

" મેં શાયર તો નહીં....!
જબસે દેખા મૈને તુઝકો, મુજકો શાયરી આ ગઈ...." કહીને સંજયે બાથ ભીડી. માયા નિર્દોષતાથી હસી પડી

Murder in Royal Palace


તેઓ એકબીજાની હાથોમાં હાથ નાખીને, બાથ ભીડીને ઝૂમી રહ્યા હતા કે એવામાં જ અચાનક લાઈટો જતી રહી. પિયાનો વાગતો બંધ થઈ ગયો અને એક મોટો ધડાકો સંભળાયો. માયા પર સંજયનો બધો ભાર આવી ગયો. બધાએ પોતાના મોબાઈલમાં ફ્લેશ લાઈટો ચાલુ કરી. મોહિતે મેનેજરને લાઈટો કેમ ગઈ તે જાણવા દોડાવ્યો. કાચી સેકંડોમાં લાઈટો થઇ. 
માયાએ સંજયને પોતાનાથી સહેજ દૂર કર્યો તો એ ચીસ પાડી ઉઠી. ડ્રેસ પર લોહીના ડાઘા પડ્યાં હતાં. 

સંજયની આંખો બંધ થઈ ગઈ હતી. 

સંજયની કોઈએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

.

.

*****

કોણ હોય શકે?

.

.

.


જાણવા માટે જોડાયેલા રહો!...

(બીજો ભાગ આવતી કાલે!)

Comments

  1. Amazing bhai .. Waiting for the suspense to open in the next part 🙌👌👌🏻🤘

    ReplyDelete

Post a Comment

Popular Posts