E RajMahal - A Horror story
એ રાજમહેલ

ખુલા આકાશની નીચે, કોઈ નિર્જન અને અજાણ રસ્તા પર એ એકલી ઊભી હતી. એની આજુબાજુમાં રહેલા વૃક્ષોની ઘટાઓને ચિરતી શીતળ ચાંદની રસ્તા પર પથરાઈ રહી હતી. તેને ખબર ના રહી કે તે ત્યાં કેવી રીતે પહોચી ગઈ હતી! આજ પહેલા કોઈ દિવસ એ આવી જગ્યાએ આવી હોય એવું તેને યાદ નહોતું. એ ઉપર આકાશમાં નજર કરે છે, ‘તારલાઓ પણ આજે નજરે નથી ચડતા?’
એની નજર ઉપર હતી અને કોઇકે અચાનક જ તેનો
હાથ ખેંચ્યો. એની નજર નીચે પડે એ પહેલા તો એ અવાજ સાંભળીને એના હ્રદયમાં કંપારી
છૂટી ગઈ.
“ મારી
સહાયતા કરો,
કૃપા કરીને મારી સાથે ચાલો! મારે તમારી જરૂર છે.” એક નાની સાત-આઠ વર્ષની છોકરીએ
એનો હાથ પકડીને એની સામે કાકલૂદી કરી
પહેલું તો આ નિર્જન જગ્યાએ પોતે કેવી રીતે
પહોચી એ એના માટે એક રહસ્ય હતું અને એમાં પાછું આ છોકરીનું મળવું. એક ક્ષણ માટે તો
એ ગભરાઈ ગઈ!,
પણ એનાથી વધુ ડર પેલી છોકરીના મોઢા પર સાફ દેખાઈ રહ્યો હતો. છોકરી પહેરવેશે કોઈ
રાજવંશી હોય એવી લગતી હતી.
“ શું
થયું? તું
કોણ છે?” એ થોડી હિંમત રાખી બોલી
“ એ હું તમને પછી સમજાવીશ, પરંતુ આ ક્ષણે મારે તમારી
સહાયતાની જરૂર છે. તમે ચાલો નહિતો એ દુષ્ટ, મારી માં ને મારી નાખશે!” એને રડતાં રડતાં આજીજી કરી
“ શાંત
થઈ જા. કઈ નહીં થાય તારી માં ને! હું છુ ને! ચાલ બતાવ મને ક્યાં છે તારી માં?” એને એ છોકરીના આંસુ
લૂછયા અને આશ્વાસન આપ્યું
છોકરી એનો હાથ પકડીને રડતી રડતી, સિસકારા બોલાવતી, એ અજાણ્યા રસ્તે આગળ લઈ ગઈ. થોડાક ડગલાં ચાલતા જ એની નજર એક અજાણ્યા
રસ્તે આવેલા રાજમહેલ પર પડી. રાજમહેલ દેખાવમાં આલીશાન હતો. મહેલના દરેકે ખૂણે દીવા
ઝબકતા હતા. લાકડાની બેનમૂન કોતરણી જોઈને એ દંગ રહી ગઈ. એ મહેલ એને કદાચ જાણીતો
લાગ્યો, પણ એ નક્કી તો ના જ કરી શકી કે એ કેવી રીતે જાણે છે! છોકરીએ મહેલનો મુખ્ય દ્વાર ખોલ્યો. એ છોકરીની પાછળ
પાછળ મહેલને નિરખતી નિરખતી જતી હતી. અચાનક જ એનો પગ ક્યાક અથડાયો. નીચે નમીને જુએ
છે તો એના પગ પાસે લોહીથી લથપથ કોઇની લાશ પડેલી હોય છે. એ લાશ જોઈને જ મોટેથી ચીસ
પડી ઊઠે છે.
“ શું
થયું, લોપા? કેમ આમ ચીસ પાડી?” દયાશંકરે એને ઢંઢોળી, “કોઈ ખરાબ સ્વપ્ન જોયું હતું કે શું બેટા?”
“ હા, દાદાજી. ખરાબ થી પણ વધુ
ખરાબ. એક એવું સપનું કે જે મને છેલ્લા ત્રણ- ચાર દિવસથી આવે છે. એ જ જગ્યા, એ જ રસ્તો, એ જ ચાંદની, એ જ
છોકરી અને એ જ...” લોપા થોડું અટકી ને બોલી,“ રાજમહેલ.”
રાજમહેલનું નામ સાંભળતાની સાથે જ દયાશંકરના
મોંના હાવભાવ બદલાઈ ગયા. એના કપાળ પર પરસેવો છૂટી ગયો. એને મનમાં થયું કે એને
લોપાને ગામમાં બોલાવીને ભૂલ તો નથી કરી ને!
“ ખબર
છે દાદાજી,
દરરોજ હું સપનામાં એ જગ્યાએ જાઉં છું, પણ આજે તો રાજમહેલમાં
પ્રવેશી હતી. ખબર નહીં આ કેવી જગ્યા છે અને કોણ જાણે ક્યાં આવી હશે!”
“ કઈ
નહીં હોય બેટા, આ તો તું ગઈ કાલે બહુ ગામમાં ફરી હતીને એટલે થાક લાગ્યો હશે એટલું જ.
બીજું કઈ નહીં. તું તારે આરામ કર, સવારે સાત વાગશે ત્યારે
ઉઠાડીશ. હજી દોઢ જ વાગ્યા છે, અત્યારે સૂઈ જા.” લોપા આગળ વાત
વધારે એ પહેલા એને વાત બદલીને સુવડાવી દીધી.
લોપા સૂઈ ગઈ છે એ ખાતરી
કરીને દયાશંકર પણ હરિ હરિ કરતો પોતાનાં ઓરડામાં ગયો. એના મનમાં ડર હતો કે લોપા
ક્યાંક વધુ જાણવાની જીદ ના કરી બેસે, એને જે રહસ્ય આટલા
વર્ષો લોપાથી સંતાડેલું રાખ્યું એ ફૂટી ના જાય. એ પૌત્રી-મોહ ના કારણે વિવશ હતો. ‘થશે જે થવું હશે એ, જોયું જશે...’ એમ વિચારીને એ સૂઈ ગયો.
બીજે દિવસની સવાર પડી. દૈનિક ક્રિયા
પતાવીને લોપા, પાડોશમાં રહેતી એના સમોવડી ગૌરીને લઈને ગામ જોવા નીકળી. લોપાએ દોઢ મહિના
પહેલા જ મુંબઈમાં પોતાનો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પૂરો કર્યો હતો. ઘણી જિદ્દ કર્યા
બાદ ઘરેથી ગામમાં આવવાની પરવાનગી મળી હતી. એને ગામની રહેણી-કરણીમાં, ત્યાની જીવનશૈલીમાં ઘણો રસ! પણ કમનસીબે પોતાના મૂળ ગામમાં એ પહેલી વખત જ
પગ મૂકી રહી હતી. એના ગામની વસ્તી લગભગ છ્સો-સાતસો ની હશે. એ નિકોનના કેમેરામાં
ગામની તસ્વીરો ખેંચી રહી હતી.
“ ગૌરી, અહિયાં બીજું જોવાલાયક શું છે? કોઈ
રાજાનો મહેલ કે કઇ છે?” લોપાએ પૂછ્યું
સવાલ
સાંભળીને ગૌરીના મોઢે પરસેવો વળી ગયો હતો. એને દયાશંકરકાકાની કહેલી વાત યાદ આવી ગઈ
કે,‘લોપા ને રાજમહેલ વિષે કઇ ના કહેતી. પૂછે તો ના પડી દેજે.’
“ એવું તો કઇ જોવાલાયક નથી. પણ હા, ગામની
ઉત્તરે એક વર્ષો જૂનું મહાદેવનું મંદિર છે.” ગૌરીએ
વાત વાળી લીધી
“ એમ! તો તો ચલ. આપણે ત્યાં જઈએ.” લોપાને મંદિર જોવામાં
રસ હતો
ચાલતા
ચાલતા, વાતો કરતાં કરતાં એ બંને મહાદેવના મંદિરે જાય છે. મંદિર લોપાએ ધાર્યું
હતું એનાથી પણ જૂનું હતું. એની પરસાળ તો સ્વચ્છ હતી, પણ
મંદિરના થાંભલે વેલો લાગી ગઈ હતી. મંદિરની બહાર એક લીમડાનું ઝાડ હતું, જેની
ફરતે બેસવા માટે પાકું ચણતર હતું. મંદિરના પગથિયાં જે જૂના પથ્થરોના બનેલા હતા એ
હજી એવાને એવા જ હતા. મંદિરના દર્શન કર્યા બાદ એ બંને બહાર નીકળ્યા
“ કોઈ અહિયાં આવે- જાય છે ખરું?” લોપાએ
મંદિરની લગભગ બિસ્મારક હાલત જોઈને પૂછ્યું
“ હાલ, તો ખબર નથી. પહેલા એક પૂજારી આવતા હતા. પણ એમના અવસાન
થઈ ગયા પછી લગભગ કોઈ નથી આવતું.” ગૌરીએ કીધું
“ ઓહ! સારું ચલ આપણે અહિયાં ફોટોગ્રાફી કરીએ.” લોપાએ
કીધું
“ હા, પણ મને ફોટો પડાવતા નથી આવડતું.”
“ એમાં શું! ચલ ત્યાં લીમડાના ઓટલે જઈને બેસ એટલે હું
તારો ફોટો પાડી દઇશ.”
લોપાએ ફોટો પાડ્યો,” હવે તારો
વારો. ચલ મારો એક ફોટો પાડી આપ. જો કેમેરો સરખો પકડીને આ બટન દબાવજે.” એમ કહીને એ
ઓટલા પર પોંઝ આપી ને બેસી ગઈ
ગૌરીએ
ફોટો પાડ્યો. લોપા હજી પોંઝ આપીને જ બેઠી હતી, ને
અચાનક જ એના પગ પરથી કઈક પસાર થયું. એને નીચે વળીને જોયું તો ખિસકોલી હતી. ખિસકોલી
તો સડસડાટ કરતી ઝાડ પર ચડી ગઈ પણ લોપની નજર ઓટલા પર લખાયેલા કઈક લખાણ પર પડી.
“ જો ગૌરી, અહિયાં જો.
અહિયાં કઈક લખાણ છે.” લોપાએ ગૌરીને લીમડા તરફ બોલાવી
“ ક્યાં છે?” ગૌરી નજર
પાસેથી કેમેરો હટાવીને લીમડા પાસે પહોચી
“ જો.” એમ કહીને લોપાએ એ ઓટલાના કિનારા પર રહેલી તકતીને
હાથથી સાફ કરવા મંડી,“ જો આમાં લખ્યું છે કે ‘વિજયેશ્વર
મહાદેવની સ્થાપના સંવત ૧૮૭૦માં મહારાજા વિજયમલ્લનાં અને પ્રથમ રાણી (પટરાણી) દેવી
અવંતિકાનાં શુભ હસ્તે થઈ હતી.’ એટલે કે આ ગામનું કોઈ રાજા હતું!” લોપાએ આશ્ચર્ય પ્રગટ
કર્યું. એને મનમાં રોજ રાતના આવતું રાજમહેલ વાળું સપનું યાદ આવી ગયું.
“ અમ્મ.. હોય શકે છે.. આટલો જૂનો ઇતિહાસ કોણ જોવા નવરું
છે?” ગૌરીએ વાત ટાળતા કહ્યું
“ તને એક વાત કહું ગૌરી. મને છેલ્લા બે દિવસથી એક ભયાનક
અને બિહામણું સપનું આવે છે. સપનામાં એક છોકરી, એક
રાજમહેલ, અને લાશો દેખાય છે... હું શું કરું?” લોપાએ
ડરતાં ડરતાં વાત કહી નાખી
“ વોહી કર બચ્ચા જો વો કહેતી હે..” એક અઘોરી સાધુબાવા લીમડા
પાછળથી દ્રશ્યમાન થયા, અને બોલ્યા,” વો લડકી જો
તેરે સપનોમે આતી હે... કભી યકીન કર ઉસ પર.. જા ઉસકે સાથ... તુમ્હે અપને આપ સે મિલા
દેગી... બમ ભોલે”
એ અઘોરી
બાવા એ કપાળ પર ત્રિપુંડ કર્યું હતું, માથે મોટી જતાં
બાંધી હતી, હાથમાં એક મોટી રુદ્રાક્ષની માળા હતી, શરીર
ઉપર રાખ અને વાઘનું ચામડું હતું. એમનો અવાજ ઘણો ઘેરો અને પ્રભાવશાળી હતો. લોપા એ
અવાજના પ્રભાવમાં આવી ગઈ હતી.
“ બાબાજી આપ નહીં જાનતે...” લોપા આગળ બોલવા જ જતી હતી
“ કી વો તુમ્હે રાજમહાલ તક લે જાતી હે!, તુમ
વહા જાઓ તો સહી, ક્યાં પતા ઉસે તુમ્હારી જરૂરત હો!” બાવાએ સલાહ આપી
“ લેકિન બાબાજી મુઝે હી ક્યો? મુઝે હી
ક્યૂ સપને આતે હે?” લોપાએ બાવાને સવાલ પૂછ્યો
“ કઈ સાલ પહેલે, યે ગાવ
હરાભરા ઓર સમૃદ્ધ રહા કરતાં થા. યહાં કે રાજા વિજયમલ્લ બહુત હી અચ્છે થે. ઉનકે રાજ
મે સબ ખુશ થે. ઉનકી દો રાનીયા થી. પહેલી રાની અવંતિકા, ઓર
દૂસરી રાની ભામિની. રાની અવંતિકા જીતની અચ્છિ થી ઉતની હી બૂરી થી રાની ભામિની.
રાની ભામિનીકો મહારાજ યુદ્ધમે જીતકર લાયે થે, ઇસી
લીએ રાનીકા ભાઈ ત્રિલોક, મહારાજા સે બડી નફરત કરતાં થા લેકિન વો કુછ કર નહીં
સકતા થા. ઇસી બીચમે રાની અવંતિકા કો એક બચ્ચી પેદા હુઈ. રાની ભામિનીને સોચા કી અબ
ઉનકે ખાનદાન કો વારિસ વો હી દેગી. બચ્ચી કે આને સે રાજા તો ખુશ થે લેકિન રાની
ભામિની નહીં. ભામિનીકો દુર્ભાગ્ય સે કોઈ સંતાન નહીં હુઈ થી. આખિર
સાત- આઠ સાલ બાદ જબ રાજા એક જંગમે બહુત ઘાયલ હુએ થે તબ ઉનહોને અપને બાદ યે સારી
સત્તા આપની પહેલી બેટી કો દેને કા ફેસલા કિયા. તબ રાની ભામિની બોખલા ગયી. ઉનહોને
અપને ભાઈ ત્રિલોકકો મૌકા દેખ મહારાજા, રાની અવંતિકા
ઔર ઉનકી બેટીકો માર ડાલને કા આદેશ દિયા... ઉસને ઉસી રાતકો, પહેલે
મહારાજા કા કતલ કિયા, ફીર ઉનકી બેટી કા.. અપની
બેટીકા કતલ અપને સામને હોતા હુઆ દેખ મહારાણી અવંતિકાને ત્રિલોક કે દિલમે છૂરા ભોંક
દિયા.. લેકિન ત્રિલોકને મહારાની કા ભી ગલા દબોચ લિયા.. મહારાની ને જાતે જાતે ત્રિલોકકો
શ્રાપ દિયા થા... વો આયેગી.... જબ તક વો નહીં આયેગી તબ તક ત્રિલોકકી આત્મા કો
મુક્તિ નહીં મિલેગી... કહેતે હે કી ઉસકે દો દિન બાદ સાપકે કાટને રાની ભામિની કી ભી
મૌત હો ગઈ, ”
“ તો ઇસમે મે…?” લોપા બોલવા જ
જતી હતી
“ તુમ હી હો... તુમ હી હો, રાની
અવંતિકા કા અવતાર... બમ ભોલે “ સાધુ બાવાએ ઘેરા અવાજે રહસ્ય ફોડયું
એક ક્ષણ
માટે તો લોપા અચંબિત થઈ ગઈ. એ પોતે જ રાની અવંતિકા નો અવતાર છે! તો પછી દાદાજીએ
મને કેમ ના કહ્યું કે અહિયાં કોઈ રાજમહેલ છે!
“ બાબાજી, વો રાજમહેલ તક
કેસે પહોચુગી?” લોપાએ સવાલ પૂછ્યો
“ વો હી લે જાયેગી તુમ્હે....
તુમ્હારી મંજિલ તક... બમ ભોલે...” કહીને સાધુએ ચાલતી પકડી
એ રાતે તો
લોપાના મનમાં વિચારો ચડતા જ રહ્યા. આખરે આ બધુ તો
શું થઈ રહ્યું હતું! એને વિચાર્યું કે આવતીકાલે સવારે જ મુંબઈ પાછી જતી રહેશે.
એકવાર મુંબઈ ગયા પછી સાવ શાંતિ. વિચારતા વિચારતા માંડ એની આંખ મીંચાઇ હશે અને
અચાનક જ કોઈએ એનો હાથ ખેંચ્યો. એને આંખ ખોલીને જોયું તો, એ જ
છોકરી હતી જે દરરોજ એની સહાયતા માંગતી હતી. આજે પણ એને એ જ ભીના સ્વરે કાકલૂદી
કરી.
“ મારી
સહાયતા કરો,
કૃપા કરીને મારી સાથે ચાલો! મારે તમારી જરૂર છે. તમે ચાલો નહિતો એ દુષ્ટ, મારી માં ને મારી નાખશે!”
“ હા, બતાવ ક્યાં છે એ દુષ્ટ?” લોપાએ
હિંમત ભેગી કરીને કહ્યું
“ ચાલો.” કહીને પેલી છોકરી લોપાની આંગળી પકડીને લઈ ગઈ
આજે લોપા
ચાલતી હતી એ રસ્તો કોઈ સપનાનો નહોતો, એ સાચો સાચનો
હતો. એને રોજ સપનામાથી ઉઠવાના સમય મુજબ ગણતરી કરી તો લાગ્યું કે રાતના દોઢેક
વાગ્યો હશે. ગામ આખું શાંત હતું. ગામના પાદરે પહોચી ત્યાં તો અચાનક જ કુતરાઓ એની
સમું ભાસવા માંડ્યા. લોપા ગભરાઈ ગઈ હતી, પણ
જેવુ પેલી છોકરીએ કુતરાઓ સામે જોયું એટલામાં તો કુતરા ભાસતા બંધ! ગામથી બહાર
નીકળતાં જ એ જુએ છે તો... એ જ અજવાળી રાત, એ જ
રસ્તામાં વૃક્ષોની ઘટાઓ વચ્ચેથી વિખેરતી ચાંદની, એ જ
નાની છોકરીના સિસકારા અને એ જ રાજમહેલ.
આજે
સાચોસાચના રાજમહેલની સામે ઊભી હતી. એને પોતાને ચૂંટલી ખણી જોઈ; પણ એ
સાચેમાં જાગ્રત અવસ્થામાં હતી. એને રાજમહેલનો મુખ્યદ્વાર ઉઘાડયો. એ જ રાજમહેલ એવો
જ ચમકતો હતો જેવો કે એને સપનામાં દેખાતો હતો. છોકરી આંગળી છોડીને દોડતી દોડતી એક
ખંડમાં જાય છે. એ છોકરીની પાછળ પાછળ જાય છે. મહેલને અંદરથી નિરખતા નિરખતા એની નજરે
એક મોટું તૈલ ચિત્ર આવી ચડે છે, રાજા વિજયમલ્લનું. એની બાજુનું તૈલ-ચિત્ર જોઈને એ
અચંબિત થઈ જાય છે, કારણકે એ ચિત્ર બીજા કોઈનું નહીં પણ એનું પોતાનું હોય
છે. ચિત્રની નીચે નામ લખ્યું હોય છે, મહારાણી
અવંતિકાદેવી. ચિત્ર નીચે એક ધારદાર છરી હોય છે. એ છરી પોતે હાથમાં લે છે અને, અચાનક
જ એક ખંડમાથી પેલી છોકરીની જોરદાર ચીસ સંભળાય છે.
લોપા
દોડીને એ ખંડમાં જાય છે તો જુએ છે તો, રાજા વિજયમલ્લ
જમીન પર ફસડાઈને પડ્યો હોય છે અને ત્રિલોકે પેલી છોકરીને ગળામાંથી પકડીને ઊચી કરી
હોય છે. આ જોઈને લોપામાં રહેલી મહારાણી અવંતિકા જાગી ઊઠે છે. લોપા એ મહારાણી
અવંતિકામાં પરિવર્તિત થઈ જાય છે.
“ છોડ એને, દુષ્ટ!” એમ
ત્રાડ નાખીને અવંતિકા ત્રિલોક તરફ ભાગે છે
ત્રિલોક એ
છોકરીને પડતી મૂકે છે અને પોતાના તરફ ધસી આવતી અવંતિકા નો સામનો કરે છે. અવંતિકા
સીધી ત્રિલોકના હ્રદયમાં છરો મારે છે. ત્રિલોક આ જોઈને ડાંગ રહી જાય છે, પણ
બીજી જ ક્ષણે પોતાનું અટ્ટહાસ્ય વેરાવે છે. અવંતિકા કઈ સમજે એ પહેલા ત્રિલોક
પોતાના બંને હાથના બાહુબળથી અવંતિકાનું ગળું પકડીને ઊંચી કરી દે છે. અવંતિકાનો
શ્વાસ રૂંધાય છે, એની આંખો બંધ થવા પામે છે. લોપા
શ્વાસ રૂંધાવાથી પોતાના મૂળ સ્વરૂપમાં પાછી ફરે છે. પોતાની
બુદ્ધિ અને બચેલું બધુ બળ વાપરીને લોપા, ત્રિલોકના
હ્રદયમાં નાખેલી છરી કાઢીને એક જ ઝાટકે ત્રિલોકના બંને હાથ કાપી નાખે છે અને
પોતાને એનાથી છૂટી પાડે છે. લોપાના ગળામાં ત્રિલોકના હાથ એમ ના એમ જ રહે છે અને
ત્રિલોક જમીન ઉપર ઢળી પડે છે. બંને હાથ દૂર ફેંકીને લોપા ફરી એક વાર મોટી ત્રાડ
નાખીને ત્રિલોકના હ્રદય પર હુમલો કરે છે. આખરે ત્રિલોક મૃત્યુ પામે છે.
લોપા ઊભી
થઈને એ છોકરી અને રાજા તરફ જુએ છે, તો એ નાની
છોકરી અને રાજા બંને એક દિવ્ય સ્મિત સાથે એની સામે જ હવામાં અદ્રશ્ય પામે છે. એ
પાછળ ફરીને ત્રિલોકની સામે જુએ છે તો ત્રિલોકની આત્માને પણ મુક્તિ મળે છે. મહેલના
ચમકારા ઓગળીને અંધારું થવા માંડે છે. એ ધીમે ધીમે સાચવતી સાચવતી રાજ-મહેલની બહાર
નીકળે છે. રાજમહેલની બહાર પૂરા ગામ વાસીઓ ફાણસ અને મીણબત્તીઓ લઈને ઉભેલા જુએ છે. આ
બધી ભીડની આગળ ગૌરી અને એના દયાશંકરદાદાને જુએ છે.
“ બેટા, મને માફ કરી દે. મે તારાથી સત્ય છુપાવ્યું. મને
અઘોરીબાવા એ પહેલા જ કહી દીધું હતું કે તું જ રાણી અવંતિકાનો પુનઃઅવતાર છે, પણ
મારી તને કહેવાની હિંમત ના ચાલી.” દયાશંકરે લોપની પાસે આવીને માફી માંગી
“ લોપા! તું જ મહારાણી અવંતિકાનો અવતાર છે, આથી
આજથી તું જ અમારે મન ગામની મહારાણી છે.” ગામના મુખીએ
લોપા પાસે આવીને કહ્યું, “રાણી અવંતિકાની...”
“ જય...” ટોળાએ વધાવી લીધું
Comments
Post a Comment